લગ્નોઉત્સુક યુવક યુવતીઓની પરિચય પુસ્તિકા

આપણો સમાજ અન્ય સમાજ ની તુલના માં શેક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. જેમ જેમ શિક્ષણ નો વ્યાપ વધતો ગયો અને શહેરીકરણ થતું ગયું તેમ તેમ સમાજ પણ ગામડા માંથી નીકળી સારું શિક્ષણ મેળવવા અગર નોકરી વ્યવસાય અર્થે શહેર માં અને વિદેશ માં વિસ્તરતો ગયો. જેના અનેક ફાયદાઓ થયા પરંતુ સાથે સાથે વાલીઓની પોતાના દિકરા - દિકરીના લગ્ન અંગેની સમસ્યાઓ ઔર વધી ગઈ, વિસ્તૃતી કરણ ને કારણે જરૂરી માહિતી નો અભાવ સર્જાયો, કારણ કે કોઈ પાસે માહિતી નથી કે કયા ગામમાં, કયા તાલુકામાં કે કયા શહેર માં સમાજ ના કેટલા યુવક યુવતીઓ લગ્ન કરવા ઈચ્છે છે. તેમનું શિક્ષણ, સર્વિસ, વ્યવસાય, ફેમીલી બેક્ગ્રાઉન્ડ વિગેરે વિશે કોઈ જ માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી, અને આ સમસ્યાના ઉકેલ માટે સમાજવાડી ના માધ્યમ દ્વારા પરિચય મેળાવડાનું આયોજન કરી એક નમ્ર પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અગાઉ પણ 2005-2007 અને 2008-2009 દરમ્યાન આપણે પ્રયાસ કર્યો હતો. પરંતુ એટલો સારો પ્રતિસાદ નહિ મળતા આ કાર્યક્રમ બંધ રહ્યો હતો. પરંતુ ઉત્તરોત્તર લગ્ન સાથી પસંદગી માટે ની સમસ્યા વધુ ને વધુ વિકટ બનતા સમાજ ના મંડળ દ્વારા જે પણ કઈ સહયોગ થઇ શકે તે ખુબ જ જરૂરી છે. એમ વિચારી ફરીથી આ વર્ષે એક પ્રયત્ન કરી જોયો અને એમાં આપણને સમાજના બંને લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ તેમજ વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો, અને દર વર્ષે આ કાર્યક્રમ કરવાનું પ્રોત્સાહન મળ્યું , અને તે મુજબ આ વર્ષે લગ્નો ઉત્સુક 70 યુવતીઓ અને 60 યુવકો તથા તેમના વાલીઓ સમાજવાડી ના એક પ્લેટફાર્મ પર ભેગા મળ્યા અને અરસ પરસ ની માહિતી મેળવી પરિચય મેળવ્યો આ પરિચય મેળાવડાનું અગત્યનું પાસું એ હતું કે આ વર્ષે ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવક યુવતીઓએ પણ આ મેળાવડામાં ભાગ લીધો આશા રાખીએ બદલાયેલા સંજોગોમાં આવાનારા વર્ષોમાં વધુ ને વધુ લગ્નો ઉસ્તુક યુવક યુવતીઓ આ પરિચય મેળાવડામાં ભાગ લે અને આપણા વિસ્તૃત સમાજ ને એક જગ્યાએ એકત્રિત કરી લગ્ન સાથી માટેની પસંદગી પ્રક્રિયા ને વધુ સરળ બનાવીએ એ માટે જરૂર છે આપણી માનાસીકતા બદલવાની અને લગ્ન સાથી પસંદગી માટેનો આપણો અભિગમ બદલવાની

સૌનો સાથ, સૌનો સહકાર, એ જ અભ્યર્થના

ઉપરોક્ત પરિચય મેળાવડા દ્વારા અંદાજે 70 લગ્નો ઉત્સુક યુવતીઓ અને 60 યુવકોના ફોટોગ્રાફ સહીત અભ્યાસ, ફેમીલી, હિસ્ટ્રી થી લઈને સંપૂર્ણ બયોડેટા મેળવી શક્યા જેની એક પરિચય પુસ્તિકા બનાવી શક્યા જે પરિચય પુસ્તિકા સમાજવાડી ના કાર્યાલય પરથી ઉપલબ્ધ થશે અને આ પ્રકારે પરિચય પુસ્તિકા દર વર્ષે બહાર પડવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ દર વર્ષે બંને ઉત્સુક યુવક યુવતીઓ વધુ ને વધુ સંખ્યા માં ભાગ લઇ લગ્ન સાથી પસંદગી પ્રક્રિયા ને થોડા વિશાળ ફલક પર લઇ જઈ વિશાળ દ્રષ્ટિ રાખી પ્રક્રિયા ને સરળ બનાવીએ એવો સહિયારો પ્રયાસ આપણે સૌ ભેગા મળીને કરીએ તો ચાલો સૌનો સાથ સૌનો સહકાર ભાવનાથી આ અભિયાનને આવનારા વર્ષોમાં સરળ બનાવીએ ઉપરોક્ત કાર્યક્રમની અંદર નીચે મુજબ ના સમાજ ના મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજ ના આ હેતુલક્ષી કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.